टेक्नोलॉजी अपडेट
2 વોટ્સએપ એકાઉન્ટ સપોર્ટ અને 3D ટચ સ્ક્રીન સાથે લોન્ચ થયો Elife S8
બાર્સિલોનામાં ચાલી રહેલ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન જિયોનીએ એક એવો સ્માર્ટફોન Elife S8 રજૂ કર્યો જેની ઓપરેટિંગ સિસ્ટમ બે વોટ્સએપ એકાઉન્ટ સપોર્ટ કરશે.
કંપનીના આ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં યુઝર એક સાથે બે વોટ્સએપ વાપરી શકશે.
જો કે, અત્યારે તેની ગ્લોબલ કિંમત ૪૪૯ યુરો (લગભગ ૩૪,૦૧૯ રૂપિયા) રાખવામાં આવી છે.
ખાસ ફિચર્સ ⤵
ફ્લોટિંગ વિંડો અને ઇન્બીલ્ટ વિડિયો એડિટર
એન્ડ્રોઈડ માર્શમેલો પર બનેલ Amingo 3.2 ઓપરેટિંગ સિસ્ટમ
3D ટચ સ્ક્રીન, જેના દ્ધારા આઈકોન પર લોંગ પ્રેસ કરતા ક્વિક સેટિંગ્સ ઓપન થશે.
૫.૫ ઇંચ ડિસ્પ્લે
MediaTek Helio P10 ચિપસેટ
૪ જીબી રેમ - ૬૪ જીબી ઇન્ટરનલ મેમરી ફોટોગ્રાફી માટે તેમાં લેઝર ઓટોફોકસવાળો કેમેરો આપવામાં આવ્યો છે.
૧૬ મેગાપિક્સલનો રિયર કેમેરો અને સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરો ૮ મેગાપિક્સલનો છે.
તેના સિવાય તેમાં ફેસ ડીટેકશન ઓટોફોકસ, RWB સેન્સર
બીજા ઘણા અન્ય ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે.