ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ 2022-23
આ આર્ટીકલમાં આપણે જાણીશું કે,
- ડિજિટલ ગુજરાત પોર્ટલ શું છે ?
- ડિજિટલ ગુજરાત સ્કૉલરશિપ ફોર્મ ક્યા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે ?
- ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપની ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય ?
- ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપમાં ઓનલાઈન અરજી કરવા શું ડોક્યુમેન્ટ જોઈએ ?
સૌથી પહેલા આપણે ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ વિશે જાણીએ,
ડિજિટલ ગુજરાત પોર્ટલ શું છે ?
ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સ્કોલરશીપ યોજના તે બધી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવામાં આવે છે. ગુજરાત ડિજિટલ પોર્ટલ ની ઓફિસિયલ વેબસાઈટ www.digitalgujarat.gov.in છે. જેના પરથી વિદ્યાર્થીઓ સ્કૉલરશીપ માટે અરજી કરી શકે છે.
ડિજિટલ ગુજરાત સ્કૉલરશિપ ફોર્મ ક્યા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે ?
ધોરણ 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થી
જેવા કે ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, કોલેજ કરતાં વિદ્યાર્થીઓ અને ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે
સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ
ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.
- ફોટો
- ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
- ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
- ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
- જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
- આવકનો દાખલો
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક
- ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
- હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
- બ્રેક એફિડેવિટ સર્ટિ
- (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
- નોંધ : જે વિદ્યાર્થીઓને દેના બેન્ક માં ખાતું છે તેઓએ નવો IFSC કોડ સાથે રાખવો (દેના બેન્ક હવે બેન્ક ઓફ બરોડામાં જોડાયેલ હોવાથી)
ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપની ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય ?
આ ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપની ઓનલાઇન અરજી કરવા માટે નીચે પ્રમાણેના સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ આ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/CitizenApp/Citizen/CitizenWEBUI/Registration.aspx પર ક્લિક કરીને “રજીસ્ટ્રેશન” કરવાનું રહેશે.
- ત્યાર બાદ, “લોગીન” કરી ને “MY Profile” અપડેટ કરવાની રહેશે.
- ત્યાં “Scholarship” ઓપ્શન પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે.
- જૂના વિદ્યાર્થીઓ ને “Renewal” ઓપ્શન પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે.
- પછી, વિદ્યાર્થીઓને માગ્યા મુજબ તમામ માહિતી ભરવાની રહેશે અને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઇન અરજી થઇ ગયા બાદ “ફ્રેશ” તથા “રીન્યુઅલ” વિદ્યાર્થીઓને તેની પ્રિન્ટ કાઢી જરૂરી ડોક્યુમેન્ટ બિડાણ કરી શાળા/કોલેજમાં જમાં કરાવવાના રહેશે.
અગત્યની સૂચના
SC (અનુસુચિત જાતિ) માટે : | અહી ક્લિક કરો |
SEBC (બક્ષીપંચ) SEBC માટે : | અહી ક્લિક કરો |
ST (અનુસુચિત જનજાતિ) માટે : | અહી ક્લિક કરો |
અગત્યની તારીખ
- ફોર્મ શરૂ તારીખ : 15/09/2022
- ફોર્મ છેલ્લી તારીખ : 15/11/2022
હેલ્પ લાઇન નંબર
Contact No : 18002335500
અગત્યની લીંક
રજીસ્ટ્રેશન કરવા માટે: | અહી ક્લિક કરો |
લોગીન કરવા માટે: | અહી ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ: | digitalgujarat.gov.in |
અન્ય માહિતી
ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
વિદ્યાર્થીઓને ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.