- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Tuesday, 19 September 2023

Gujarat Home Guard Bharti 2023: 6752 Vacancy, Download Form ગુજરાત હોમગાર્ડઝ ભરતી 2023

Gujarat Home Guard Bharti 2023: 6752 Vacancy, Download Form ગુજરાત હોમગાર્ડઝ ભરતી 2023


ગુજરાત રાજયમાં ચાર(૦૪) કમિશ્નરેટ એરીયા તથા બાવીસ(૨૨) જિલ્લાઓના યુનિટ / ઝોન / ડીવીઝન ખાતે ૬,૭૫૨ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. આ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવા સંબંધિત જિલ્લા કમાન્ડન્ટશ્રીઓની કચેરી ખાતેથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ભરતી થવા માટે ઉચ્છુક ઉમેદવારોએ જે તે વિસ્તારની યુનિટ કચેરીએ અથવા જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ હોમગાર્ડઝ સભ્યોને માનદ સભ્ય તરીકે ભરતી કરવાની છે. જેમાં સરકારશ્રીને જરૂર પડ્યે અગત્યની ફરજ ઉપર બોલાવવામાં આવશે. ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર તેઓને માનદ વેતન તરીકે રૂ.૩૦૦/- ફરજ ભથ્થું અને રૂ.૪/- ધોલાઈ ભથ્થું પ્રતિ દિન મળવાપાત્ર રહેશે.


Gujarat Home Guard Bharti 2023

સંસ્થાનું નામગૃહ રક્ષક દળ
પોસ્ટનું નામહોમગાર્ડ
કુલ જગ્યાઓ6752
અરજીનો પ્રકારઓફલાઈન
નોકરીની જગ્યાગુજરાત
ઓફિશિયલ વેબસાઈટhomeguards.gujarat.gov.in

જિલ્લા વાઈઝ જગ્યાઓ Gujarat Home Guard Bharti  2023

અમદાવાદ પૂર્વ – ૩૩૭આણંદ – ૧૦૦નવસારી – ૧૬૪
અમદાવાદ પશ્વિમ – ૩૯૫ગાંધીનગર – ૩૮૩સુરેન્દ્રનગર – ૨૫૫
અમદાવાદ રુરલ – ૨૧૪સાબરકાંઠા – ૨૭૫મોરબી – ૨૯૬
વડોદરા – ૬૭૬મહેસાણા – ૯૩દેવભુમિ દ્વારકા – ૧૪૦
વડોદરા રુરલ – ૮૯અરવલ્લી – ૨૬૫જુનાગઢ – ૧૩૪
સુરત – ૯૦૬ભરૂચ – ૧૩૧બોટાદ – ૨૬૦
સુરત રુરલ – ૧૧૫નર્મદા – ૨૫૨કચ્છ – ૨૮૦
રાજકોટ – ૩૦૯મહિસાગર – ૧૦ગાંધીધામ – ૨૩૯
રાજકોટ રુરલ – ૧૨૭વલસાડ – ૧૮૪પાટણ – ૧૧૫

હોમગાર્ડઝદળમાં ભરતી થવા આવનાર પુરુષ ઉમેદવારની લાયકાતઃ-

  • (ક) ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • (ખ) ધોરણ – ૧૦ પાસ અથવા તેથી વધુ શૈક્ષણીક લાયકાત ધરાવતો હોવો જોઇએ.
  • (ગ) ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • (ઘ) વજન ઓછામાં ઓછુ ૫૦ કિલો હોવું જોઇએ.
  • (ચ) ઉંચાઇ ઓછામાં ઓછી ૧૬૨ સેન્ટી મીટર,

છાતી ઓછામાં ઓછી ૭૯ સેન્ટી મીટર હોવી જોઇએ, ૫ સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા હોવા જોઇએ.

  • (છ) અરજદારે કોઇ ગુન્હાહિત કૃત્ય કરેલ ન હોવું જોઇએ. અને ભારતમાં વિધિ દ્વારા સ્થાપિત કોઇ પણ ન્યાયાલય દ્વારા શિક્ષા થયેલ ન હોવી જોઇએ.
  • (જ) અરજદાર કોઇ કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવા જોઇએ તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોવા જોઇએ.

હોમગાર્ડઝદળમાં ભરતી થવા આવનાર મહિલા ઉમેદવારની લાયકાત

  • (ક)     મહિલા ઉમેદવારના કિસ્સામાં ઓછામાં ઓછું વજન – ૪૦ કિલો હોવું જોઇએ.
  • (ખ)    મહિલા ઉમેદવારોની ઉંચાઇ ઓછામાં ઓછી ૧૫૦ સેન્ટી મીટર હોવી જોઇએ.
  • (ગ)    ૩ (અ) માં સુચવેલ મુદ્દા નંબર ક, ખ, ગ, છ અને  માં સુચવ્યા મુજબ ની લાયકાત યથાવત રહેશે.

ભરતી કસોટીની વિગત

 આ સમીતિએ ભરતી મેળા વખતે ભરતી થનાર ઉમેદવારોની શારીરીક કસોટીનું આયોજન કરવાનું રહેશે. જે નીચે મુજબ રહેશે. તદ્દઉપરાંત દરેક ઉમેદવારનાઓએ નિયત કરેલ શારીરીક ક્ષમતા કસોટી પાસ કરવાની રહેશે.

પુરુષ ઉમેદવારો માટે

ટેસ્ટનું નામપાસિંગ સ્ટાન્ડર્ડગુણ
૧૬૦૦ મીટર દોડ૦૯ મિનિટ૭૫

મહિલા ઉમેદવાર માટે

ટેસ્ટનું નામપાસિંગ સ્ટાન્ડર્ડગુણ
૮૦૦ મીટર દોડ૦ મિનિટ ૨૦ સેકન્ડ૭૫

મહત્વપૂર્ણ લિંક

ગુજરાત રાજ્ય જિલ્લાની યુનિટ / ઝોન / ડીવીઝન ની કચેરીઓ ખાતે હોમગાર્ડઝ સભ્યોની ભરતીની સંખ્યા દર્શાવતું પત્રક

હોમગાર્ડઝ ભરતી માટેનું અરજી પત્રક

શારીરીક કસોટી અને દસ્તાવેજી ચકાસણી પરીણામ

ઓફિશિયલ વેબસાઈટ

મહત્વપૂર્ણ તારીખ

અરજી શરુ થયાની તારીખ : ૧૫-૦૯-૨૦૨૩

અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૫-૦૯-૨૦૨૩

મુખ્ય પ્રવૃત્તિઓimageimageGujarat Home Guard Bharti 2023

  • સરહદની રખેવાળી
  • સલામતી બંદોબસ્ત
  • રક્તદાન
  • કુદરતી આફતમાં રાહતકાર્ય
  • માનવસર્જિત આફતમાં સહાય
  • કેટેગરાઈઝ શહેરમાં બચાવ કામગીરી

લક્ષ્ય Gujarat Home Guard Bharti 2023

સમાજના જુદા જુદા વર્ગના માનદ સેવા આપ‍વા ઇચ્‍છતા લોકોને દળમાં લઈ, તાલીમ આપી એક શિસ્‍તબદ્ધ નાગરિક તૈયાર કરવો. આ શિસ્‍તબદ્ધ નાગરિક દ્વારા કુદરતી અને માનવસર્જિત હોનારતોના સમયે સમાજની નિઃસ્‍વાર્થ રીતે સેવા કરી સમાજનો જોમ-જુસ્‍સો જળવાઈ રહે તે જોવું તેમ જ દેશમાં કટોકટી અને આંતરિક સુરક્ષાના સમયે પોલીસ તથા પ્રશાસનની સાથે રહી નિષ્‍કામ કામગીરીની ભાવના કેળવવી.

હેતુઓ Gujarat Home Guard Bharti 2023

  • સમાજના તમામ વર્ગના લોકોને તાલીમબદ્ધ કરવા.

  • પોલીસની સાથે કાયદો અને વ્‍યવસ્‍થા તથા રાજ્ય / દેશની આંતરિક સલામતી જાળવવી.

  • પોલીસ / બોર્ડર સિક્યોરિટી ફોર્સની મદદમાં રહીને આંતરિક રાષ્‍ટ્રીય અને રાષ્‍ટ્રીય સરહદની સલામતી જાળવવી.

  • માનવસર્જિત અને કુદરતી હોનારતમાં પોલીસ તેમ જ સ્‍થાનિક પ્રશાસનની મદદ કરવી.
  • સરકારી સંસ્‍થાનો અને સરકારી મિલકતનું રક્ષણ કરવું.

  • સમાજના નબળા વર્ગોને કોમી-હુલ્‍લડના સમયે મદદ કરવી



Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories