- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Friday, 30 December 2022

ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ / CBSE Class 10th & 12th Exam date 2023

ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ / CBSE Class 10th & 12th Exam date 2023

ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2023માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનું સંપૂર્ન ટાઇમ ટેબલ જાહેર કરેલ છે. બંને ધોરણોની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર 5મી એપ્રિલના રોજ હશે.

CBSE બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટર્નલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક 1 જાન્યુઆરી, 2023થી શરૂ થશે. મહત્વની વાત એ છે કે વિષયવાર સમયપત્રક શાળાઓ દ્વારા જાહેર કરવામાં આવશે. CBSEએ નોટિફિકેશનમાં સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓ માટે પણ ગાઈડલાઈન બહાર પાડી છે.

ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ
ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ

આ વખતે માત્ર એક જ ટર્મમા પરીક્ષા અને હવે 100% અભ્યાસક્રમ
ગત વર્ષે દેશમાં કોરોના ની પરિસ્થિતિ ને કારણે ધોરણ 10 અને 12 ની પરીક્ષા બે ટર્મમાં યોજવામા આવી હતી. આ દરમિયાન જે વિદ્યાર્થીઓ સંક્રમણને કારણે એક પરીક્ષામાં બેસી શક્યા ન હતા તેમના માર્કસની ગણતરી બીજી પરીક્ષાના આધારે કરવામાં આવી હતી. પરંતુ હવે આ પોલિસી CBSE દ્વારા નાબૂદ કરવામાં આવી છે. કોરોનામાંથી સાજા થયા બાદ આ વખતે CBSE બોર્ડની પરીક્ષા 100% અભ્યાસક્રમ સાથે લેવામાં આવશે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સંસદમાં પણ આ માહિતી રજૂ કરવામા આવી હતી.

યોગ્યતા આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામા આવશે.
CBSE બોર્ડની પરીક્ષામા હવે ધોરણ 10ની પરીક્ષામાં ઓછામાં ઓછા 40% પ્રશ્નો અને ધોરણ 12ની પરીક્ષામાં 30% પ્રશ્નો ગુણવત્તાના આધારે પૂછાશે. ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓમાં પૂછવામાં આવતા આ પ્રશ્નો મલ્ટીપલ ફોર્મેટ મુજબ હશે પ્રશ્નો ઓબ્ઝેક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ રિસપોન્સ ટાઈપ, એસર્શન, રીઝનિંગ આધારિત હશે.


ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ CBSE

CBSE પરીક્ષા ટાઇમ ટેબલ નોટીફીકેશન





Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories