આજ રોજ અમારી શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી સવારના પોરમાં બાળકો હર્ષોલ્લાસ સાથે શાળામાં આવ્યા હતા ગામના સરપંચ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં બાળકોએ તૈયાર કરેલ મજાની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ ભજવ્યો હતો જે કૃતિઓ દ્વારા ગામના લોકોને પણ ઉત્સાહ દાખવી આ બાળકોની કૃતિઓ અને પ્રોત્સાહન આપ્યું હતું ત્યાર બાદ અંતમાં જે વિદ્યાર્થીઓ એ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો તે બધા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ બાળકોને ખૂબ જ સારું પ્રોત્સાહન આપ્યું હતું
આ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા માટે આચાર્યશ્રીની ઉપરાંત બધાં શિક્ષકોએ ખૂબ જ મહેનત ઉઠાવી હતી તથા શાળાના આચાર્યશ્રીએ ગામ લોકોને ખુબ ખુબ આભાર માન્યો હતો